Sunday, 20/07/2025
Dark Mode

જેસાવાડા પંચાયતના ઓપરેટરના નિધન બાદ તેના પરિવારને 2.50 લાખનો ચેક અર્પણ કરાયો..

September 22, 2023
        1124
જેસાવાડા પંચાયતના ઓપરેટરના નિધન બાદ તેના પરિવારને 2.50 લાખનો ચેક અર્પણ કરાયો..

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા પંચાયતના ઓપરેટરના નિધન બાદ તેના પરિવારને 2.50 લાખનો ચેક અર્પણ કરાયો..

જેસાવાડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા પ્રમુખના હસ્તે ચેક અર્પણ કરાયો..

ગરબાડા તા. ૨૨

   ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના કટારા વજેસિંહભાઈ દિપ્તીનભાઈ જેઓ જેસાવાડા ગ્રામ પંચાયત ખાતે વીઈસી એટલે કે પંચાયત ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેમજ NRG કામો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન તેઓનું લાંબી માંદગી બાત નિધન થયું હતું.તેમની સેવાઓ તથા તેઓના કરેલા કામોના નાણા બાકી હતા જે ગામના સરપંચ ચંદ્રભાણસિંહ કટારા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા તેમના પરિવારજનોને મદદરૂપ થાય તે હેતુથી તેમના પત્ની શકુંતલાબેન કટારા ને અઢી લાખ રૂપિયા નો ચેક આપી.સમાજ માં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!