
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વડવામાં બકરા ચરાવવા મુદ્દે તિરમારા સાથે આડેધડ ફાયરિંગ, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગરબાડા તા. ૨૧
વડવા ગામે ખેતર તરફ બકરા ચરાવવાની વાતે ડકો કરીને તીરમારા સાથે આડેધડ ફાયરિંગ કરીને સામા પક્ષના લોકોને હત્યાનો પ્રયાસ કરાયો હતો જોકે સદભાગે તીર કે ગોળી કોઈને વાગે ન હતી જેસાવાડા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો વડવા ગામના કટારા ફળિયામાં રહેતા માજુભાઈ દેતાભાઈ કટારા તથા તેમના પત્ની બદલી બેન તથા કુટુંબના વિજયભાઈ વીરસીંગભાઇ કટારા જવસીંગભાઇ મૂળિયાંભાઈ કટારા માજુભાઈ ચુનિયાભાઈ કટારા તેમના ખેતરો નજીક જંગલમાં સોમવારે ઢોરો ચરાવતા હતા તે દરમિયાન તળાવ ફળિયામાં રહેતા રામસિંગ ઝીથરા માવી રાકેશ દિતિયા માવી હાથમાં તીર કાંમઠા લઈને આવેલ અને અને પાસુડીબેન રામસિંગભાઈ કટારા બકરી ચલાવતા હતા તેને ગાળો બોલી અહીં અમારા ખેતરો બાજુ કેમ બકરા ચલાવો છો તેમ કહી ઉસકેરાઈ જઈ ઝઘડો કરી બંને જણાએ તીર છોડ્યા હતા આ સમયે બુમાબમ થઈ ઝઘડો વધી ગયો અને સરદાર કાગડા માંવી તથા રાજુ પિદિયા માવી નાની બંદૂકો લઈ ઘસી આવ્યા હતા કટારીયાઓ હવે બહુ થયું તમે દર વખતે અમારા ખેતરો બાજુ બકરા લઈ ચરાવવા આવો છો તમને હવે જીવતા છોડવાના નથી પૂરા કરી દેવાના છે મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું જે બતાવે ભાગતા બંને જણાએ પીછો કરી બંદૂકથી ફાયરિંગ કર્યા હતા જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મુકેશભાઈ કટારા તથા વીરસીંગભાઇ ભાવસિંગભાઈ કટારા તથા અન્ય માણસો આવી જતા ત્યારે એ જણા કાટું ગામ તરફ ભાગી ગયા હતા. હુમલા કરો સામે જેસાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ની કોશિશ નો ગુનો નોંધ્યો હતો