![પીપલોદ થી સિંગવડ ના કેસરપુર ગામે નાળા ઉપર ભુવો પડતા અકસ્માતનો ભય…](https://dahodlive.com/wp-content/uploads/2023/09/IMG-20230921-WA0036-770x377.jpg)
પીપલોદ થી સિંગવડ ના કેસરપુર ગામે નાળા ઉપર ભુવો પડતા અકસ્માતનો ભય…
પીપલોદ તા. ૨૧
પીપલોદ થી સિંગવડ આવતા કેસરપુર ગામે નાળાની એક સાઈડમાં નાળા પર પહેલા નાનો ખાડો હતો જ્યારે આ ખાડાને બરોબર પૂરન કરવામાં નહીં આવતા આ ખાડો વધારે વરસાદ પડવાના લીધે નાનો ખાડો મોટો ખાડા નો રૂપ લઈ લેતા ખાડામાં રાત મધરાતે ખાડો નહીં દેખાતા વાહન ચાલકનુ વાહન તે ખાડામાં પડે તો પલટી મારી જાય તેમ છે જ્યારે આ પીપલોદ થી સિંગવડ આવતા રસ્તા ઉપર પણ ઘણા ખાડાઓ પડી ગયા હોય એને અમુક જગ્યાએ પાણી માટે ખાડા પાડીને તે પાણીને ખેતરમાં લઈ જવા માટે આ ખાડાઓ પાડવામાં આવ્યા છે તેને પાછા પુરવામાં નહીં આવતા રસ્તા ઉપર વાહન ચાલકોને પોતાના વાહનોમાં મોટું નુકસાન થાય છે જ્યારે આ પીપલોદ થી સિગવડ ના ડામર રસ્તા ઉપર વાહન વ્યવહાર વધારે પડતો વધી જતા આ ખાડાઓ માં વાહનો પડતા વાહનોને નુકસાન થતું હોય છે જ્યારે આ પીપલોદ થી સીંગવડ ના ડામર રસ્તા ઉપર જ્યાં દેખો ત્યાં ખાડાઓ પડી ગયા હોય જ્યારે આ ડામર રસ્તાના અધિકારી દ્વારા રસ્તા ઉપર નીકળતા નથી તેમ લાગી રહ્યું છે કે પછી આ ડામર રસ્તા પર ખાડા પડેલા તો તેમને દેખાય છે પણ સરકારી અધિકારી પણ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે કે આ નાળા પર પડેલા ખાડામાં કોઈ મોટો એકસીડન્ટ થાય તેની રાહ દેખાઈ રહી છે જ્યારે આ રસ્તા પરના ખાડાઓ પુરા સે ખરા કે પછી ખાડા પડેલા રસ્તા પર પર થઈને જવા માટે વાહન ચાલકોને મજબૂર થવું પડશે તેમ લાગી રહ્યું છે આ રસ્તામાં મોટા મોટા પડેલા ખાડાઓ પુરાસે ખરા તેમ લોકોમાં ચર્ચાનો વિષય છે જ્યારે રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરા પણ રોડની વચ્ચે આવી જતા તેને પણ કપાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..