Friday, 18/10/2024
Dark Mode

દેવગઢ બારિયામાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન નાસભાગ: 8 ગેમ્બલરો લાખોની માલમતા સાથે ઝડપાયા,4 ફરાર  

September 6, 2023
        2301
દેવગઢ બારિયામાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન નાસભાગ: 8 ગેમ્બલરો લાખોની માલમતા સાથે ઝડપાયા,4 ફરાર  

ઈરફાન મકરાણી :- દે.બારીયા

દેવગઢ બારિયામાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન નાસભાગ: 8 ગેમ્બલરો લાખોની માલમતા સાથે ઝડપાયા,4 ફરાર  

હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસે દરોડા પાડી રોકડ, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના સંચાગલી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૧૨ પૈકી ૦૮ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા ૧,૦૧,૭૦૦ તેમજ ૦૭ મોબાઈલ ફોન, ૦૧ ફોર વ્હીલર ગાડી અને ૦૪ મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા. ૭,૪૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે અન્ય ૦૪ જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

દેવગઢ બારિયામાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન નાસભાગ: 8 ગેમ્બલરો લાખોની માલમતા સાથે ઝડપાયા,4 ફરાર  

દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆ નગરના સંચાગલી વિસ્તારમાં રહેતાં ફતેલાલ માંગીલાલ પોતાના રહેણાંક મકાનમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો તેના રહેણાંક મકાનમાં રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જુગાર રમી રહેલા ફતેલાલ માંગીલાલ જૈન, પ્રમોદકુમાર માંગીલાલ જૈન, અનિલકુમાર સુરેશકુમાર નાથાણી, શીવગીરી નંદગીરી ગૌસ્વામી, અશોકભાઈ શંકરભાઈ ભારતી, મીરલ સંદીપકુમાર શાહ, દિનેશકુમાર શંભુપુરી ગૌસ્વામી અને જયંતિલાલ ભીખચંદ અગ્રવાલને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧,૦૧,૭૦૦ની રોકડ કબજે કરી હતી સાથે સાથે ૦૭ મોબાઈલ ફોન કિંમત રૂા. ૧,૦૩,૦૦૦, ૦૧ ફોર વ્હીલર ગાડી કિંમત રૂા. ૫,૦૦,૦૦૦ અને ૦૪ મોટરસાઈકલ કિંમત રૂા. ૪૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂા. ૭,૪૪,૭૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો ત્યારે મહેન્દ્રકુમાર માંગીલાલ જૈન, સુરેશપુરી લાદુપુરી ગૌસ્વામી, વિપુલભાઈ મહેન્દ્રલાલ જૈન અને વિક્કી મહેન્દ્રકુમાર જૈન પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે પકડાયેલ જુગારીઓને છોડવવા માટે પોલીસ મથકે મોટા માથાઓના ધમપછાડાઓ થતા હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું હતું.

આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!