
રાહુલ ગારી :- ગરબાડા
ખરજ નજીક દાહોદ-અલીરાજપુર હાઈવે પર ઇકો તેમજ મધ્ય પ્રદેશ નિગમની બસ વચ્ચે અકસ્માત:૧૭થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત.
ઇકો કારને બચાવવા જતાં અકસ્માત સર્જાયો,અકસ્માતમાં ઇકો ચાલક સહિત ૧૭ મુસાફરો ઇજાગ્રસ્ત.
બસ ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો જણાવતા મુસાફરો: ડ્રાઇવરના કેબીનમાંથી દારૂની બોટલો મળી આવી.
ગરબાડા તા.06
દાહોદ અલીરાજપુર હાઇવે પર વારંવાર અકસ્માતો થવાની ઘટના બનતી હોય છે આ માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માત દાહોદ-અલીરાપુર હાઇવે પર ખરજ ગામે દાહોદ થી મધ્ય પ્રદેશ જતી બસ દાહોદ તરફ જતી ઇકો કારને બચાવવા જતાં બસ રોડની સાઈડમાં પલટી મારી હતી જે અકસ્માતમાં ૧૭ થી
વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા દાહોદ પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઇકો કારના ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું.