
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા રિલાયન્સ ચોકડી સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું ટ્રાફિક નિયમોના ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી
પોલીસે 11 વાહનો ડીટેન કરી એક ઇસમને નશા ની હાલતમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો
ગરબાડા તા. ૨૭
દાહોદ જિલ્લા એસપી ની સુચના અનુસાર ગરબાડા તાલુકા સહિત જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં રોડ પર બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા સંદર્ભે ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગરબાડાનાં વિવિધ વિસ્તારોમાં મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ગરબાડા રિલાયન્સ ચોકડી, તળાવ ચોકડી ભાબરા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ગરબાડા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને રોગસાઈડ હંકારતા વાહન ચાલકો લાઇસન, આર.સી.બુક વગર બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા પકડી પાડી ડીટેન કરીને મેમો આપવામાં આવ્યો હતો. જેમાં એક વાહન ચાલક નશાની હાલતમાં પણ મળી આવ્યો તેના વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આમ પોલીસે 11 વાહનો ડીટેન કરી એક ઇસમને નશા ની હાલતમાં ઝડપી પાડી પોલીસે જેલ ભેગા કર્યા હતા