લો બોલો…સંતરામપુર તાલુકાની 294 પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રનું ઘઉં અને ચોખા આજ દિન સુધી મળ્યા જ નથી…
સંતરામપુર તા.૨૧
સંતરામપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પહેલા અને બીજા પ્રથમ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને 15 કિલો ચોખા અને 15 કિલો ઘઉં આપવાનું નક્કી કરેલું છે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થીઓને અનાજ માટેની ઉપરની ફાળવણી કરવા છતાંય આદિન સુધી સસ્તા અનાજની દુકાનોમાંથી ફાળવણી કરવામાં આવેલ નથી મળતી માહિતી મુજબ સંતરામપુર એફસીઆઇ ગોડાઉનના મેનેજર કે આર ભગોરા જણાવેલું કે અગાઉથી જથ્થાની ફાળવણી કરવામાં આવેલ નથી અને ક્યારે આવશે તે પણ અમારી પાસે મેસેજ નથી તેઓ જાણવા મળેલ હતું ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે દરેક બાળકોને 15 15 કિલો અનાજ આપવાનો નક્કી કરવામાં આવેલું હતું તેમ છતાં અનાજનો જથ્થો ના આવવાના કારણે બાળકો આનાથી ઉપરનો લઈને બાય બાય ચારણી કરતા ફરે છે પરંતુ અનાજનો જથ્થો ન હોવાના કારણે આનાથી વંચિત રહેલા આ બાળકોને અનાજનો જથ્થો મળશે ક્યારે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો છે 15 કિલો ઘઉં અને 15 કિલો ચોખા તેનું પેકિંગ કરીને બાળકોને આપવાનો નક્કી કરેલો છે મેં માસની ફાળવણી કરવાના બદલે જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિના પૂર્ણ થવા છતાંય આજ દિન સુધી અનાજનું ચુકવણી કરવામાં જ આવેલ નથી સંતરામપુર તાલુકાના ગરીબ આદિવાસીઓની બાળકોને અનાજ માટે આપવા માટેની મોટી મોટી જાહેરાત કરે છે પરંતુ આજ દિન સુધી અનાજનો જથ્થો ફાળવવામાં આવેલ નથી અને પ્રાથમિક શાળાના આચાર્યએ અગાઉથી કુપનાની ફાળવણી કરીને બાળકોના હાથમાં પકડાવી દીધ સરકારમાંથી અનાજનો જથ્થો આવેલો નથી ક્યારે આવશે તે પણ અમને ખબર નથી અત્યારે અમારી પાસે કોઈ જથ્થો કે બેલેન્સ નથી કે આર ભગોરા ગોડાઉન મેનેજર એફસીઆઇ સંતરામપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.