
રાહુલ ગારી :- ગરબાડા
નેલસુરના યુવકની શર્મનાક કરતૂત..ગરબાડા તાલુકામાં ઘરેથી ઝેરોક્ષ કઢાવા નીકળેલી યુવતીનું કારમાં અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરતા ચકચાર…
જેસાવાડાથી દાહોદ અને ત્યાંથી બસમાં અમદાવાદ સાંણદ રૂમ પર લઇ જવાઇ
ગરબાડા તા.16
ગરબાડા તાલુકાની એક 19 વર્ષિય યુવતી તા.21 માર્ચ’23ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ગામમાં આવેલ ઝેરોક્ષની દુકાને આધાર કાર્ડ તથા બેન્કની પાસબુકની ઝેરોક્ષ કઢાવવા માટે જતી હતી. તે દરમિયાન રસ્તા ઉપર ઉભેલી એક સફેદ કલરની કારમાંથી નેલસુર ગામનો જીગ્નેશ મોતની ધમકી આપી કારમાં અપહરણ કરી ગયો હતો.દાહોદના બસ સ્ટેન્ડ લાવી જીગ્નેશ બસમાં બેસાડી યુવતીને અમદાવાદ લઇ ગયો હતો. અને ત્યાંથી બસમાં બેસાડી સાંણદ તેના રૂમ ઉપર લઇ ગયો હતો.
જ્યાં તારે મારા રૂમ ઉપર મારી પત્ની તરીકે રહેવાનું છે કહી રૂમમાં પુરી રાખતો હતો.દરરોજ રાત્રે યુવતીની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આમ લગભગ ચારેક મહિલા ચાલ્યુ હતું. પંદરેક દિવસ પહેલા યુવતીએ પિતાના ઘરે જવાનું કહેતા જીગ્નેશે તારે પિતાના ઘરે નથી જવાનું મારી સાથે રહેવાનું છે તેમપાસેથી મોબાઇલ ઝુટવી યુવતીએ તેના પિતાને ફોન કરી જીગ્નેશ સાથે અમદાવાદ તેના રૂમ પર હોવાની જાણ કરી હતી.
ત્યાર બાદ યુવતીના પિતા, મોટા બાબા તથા માસા ઇકો ગાડી લઇને સાંણદ આવ્યા હતા અને જીગ્નેશ અને યુવતીને પોતાના ઘરે લઇ આવ્યા હતા. જીગ્નેશના પિતાને ફોન કરી જીગ્નેશને સાંણદથી લઇ આવ્યા છે જેથી તમો અમરા પૈસામાં નિકાલ કરી આપો તેમ કહેતા નિકાલ કરવાનીના પાડી દીધી હતી. જેથી યુવતીએ જીગ્નેશ સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે જીજ્ઞેશની ધરપકડના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.