નવીન સિકલીગર :- પીપલોદ
દેવગઢ બારીયાના ભુવાલમાં વડીલો પાર્જિત જમીનના હક્ક મેળવવા કલેક્ટરમાં અરજી:પોલીસે સાત સામે ગુનો નોંધ્યો.
પીપલોદ તા.14
દેવગઢ બારીયાના ભુવાલ ગામે વડીલો પાર્જિત જમીનનો હક મેળવવા દાહોદ કલેકટરમાં કરેલ અરજીના અનુસંધાને દેવગઢબારિયા પોલીસે સાત વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીયા ના ભુવાલ ગામે પટેલ ફળિયામાં રહેતા રઈજી નાના પટેલ ગત 17 7 2023 ના રોજ પોતાની વડિલોપાર્જીત સર્વે વાળી જમીનમાં ખેતી કામ અર્થ થઈ ગયો હતો દરમિયાન ત્યાં ભુવાલ ગામના પટેલ ફળિયામાં રહેતા ઉષા હિંમત પટેલ, લક્ષ્મણ ગોપસીગ પટેલ, શૈલેષ ગોપસીંગ પટેલ તેમજ બોક્સિંગ નાના પટેલના આવી આ જમીન અમારે ખેડવાની છે અને આ જમીન માટે અમે કોર્ટ કચેરીમાં કેટલા રૂપિયા ખર્ચવાના છે તેમ કહી ગાળો બોલી ધમકાવવા લાગ્યા હતા. ત્યારે ગાળો બોલવાનું ના કહેતા ચારે જણ ઉસ્કેરાઈ જઈ ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ તા હતા ત્યારે ત્યાં સની ગોપસીંગ પટેલ, સુરેખા શૈલેષ પટેલ અને ગંગા લક્ષ્મણ પટેલ નવો આવી તું કેમ અહીંયા જમીન ખેડવા આવે છે, આ જમીન અમારા માણસો ખેડવાની છે તારી પાસેથી લઈ લેવાની છે તેમ કહી મારી નાખવાની ધમકી આપતા રવજી પટેલ ખેતી કરવાનું છોડી ત્યાંથી પરત પોતાના ઘરે આવી ગયો હતો. ત્યારબાદ વકીલ નો સંપર્ક કરી ગત 3 8 2023 ના રોજ લેન્ડગ્રેબીંગ નો ગુનો દાખલ કરવા માટે કલેકટર દાહોદ ની અરજી કરી હતી. જેના અનુસંધાને દેવગઢબારિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.