રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સંતરામપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

Editor Dahod Live
1 Min Read

ઈલિયાસ શેખ :- સંતરામપુર

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સંતરામપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી…

સંતરામપુર તા.૯

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2023 ની આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે, રાજ્યના રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ છે.

 

 

વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક,આરોગ્ય,કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂરત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. 

 મહીસાગર જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવી છે, આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને અને મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર ,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ,પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ ,બાલાશિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ,લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યમાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article