ગરબાડા નગરમાં શિવભક્તો દ્વારા કાવડયાત્રા કાઢવામાં આવી…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબડા 

ગરબાડા નગરમાં શિવભક્તો દ્વારા કાવડયાત્રા કાઢવામાં આવી…

દેવઝરી મહાદેવ મંદિરથી ગરબાડા રામનાથ મહાદેવ મંદિર સુધી પગપાળા કાવડ યાત્રા યોજાય 

ગરબાડા તા.૭

 

પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને ગરબાડા નગરના શિવભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ સોમવારે કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા કાવડ યાત્રીઓને ટીશર્ટ તેમજ પ્રસાદ આપી તેઓનું સ્વાગત કર્યું હતું અને આ કાવડીયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો કાવડયાત્રામાં જોડાયા હતા.

દેવઝરી મહાદેવ મંદિરથી કાવડોમાં જળ ભરીને કાવડ યાત્રા ગરબાડા પ્રસ્થાન કરી અને કાવડ યાત્રા ગરબાડા નગરમાં થઈને ગરબાડા તળાવ કિનારે આવેલ ટેકરી ઉપર બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે આવી કાવડિયાઓ દ્વારા શિવલિંગ ઉપર કાવડના જળ દ્વારા જળાભિષેક કરી કાવડયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

Share This Article