સંતરામપુરથી ગોઠીબ સુધીનો રોડ પ્રથમ વરસાદમાં ધોવાયો..
સંતરામપુર તા. 3
સંતરામપુર સ્ટેટ વિભાગ દ્વારા કરોડ રૂપિયા ખર્ચ કરીને સંતરામપુરથી ગોઠીબ સુધીનો ડામર રસ્તો બનાવવામાં આવેલો હતો.પરંતુ 10 કિલોમીટરની અંતરમાં જ આશરે 50 જેટલા ખાડાઓ પડી ગયેલા જોવા મળી આવેલા છે.તંત્ર દ્વારા ખાડા પૂરવામાં પણ વેઠ ઉતારવામાં આવેલી હોવાનું દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં વર્ષો પછી આ રસ્તો તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રસ્તાની કામગીરી ગુણવત્તા વગરની કામગીરી જોવા મળી રહી છે તો કેટલીક જગ્યાએ તો રોડની સાઈડોનું પણ પુરાણના અભાવે ધોવાણ થયેલું પણ જોવાઈ રહ્યું છે. સ્ટેટ વિભાગના અધિકારીઓથી માંડીને કોન્ટ્રાક્ટર સુધી મિલીભગતના કારણે સરકારની ફાળવેલી ગ્રાન્ટના રૂપિયાઓ રોડ પાછળ નહીં પરંતુ વરસાદમાં ધોવાઈ ગયા આવી પરિસ્થિતિ જોવાયેલી છે. સંતરામપુરથી ગોઠીબ સુધીનો રસ્તો બનાવવા માટે અનેક વાર રજૂઆત કરવા છતાંય વર્ષો પછી મંજૂર થયેલો રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા અને ખાડાઓ પડી જવાના કારણે મોટાભાગના વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. અને નાના મોટા અકસ્માત થવાનો પણ ભયભીતિ સેવાઈ રહેલી છે. ત્યારે આવી હલકી કક્ષાનું મેંટલનો ઉપયોગ કરીને પ્રથમ વરસાદમાં ધોવાના રસ્તાની કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની પોલ ખોલી તેવું સાબિત થઈ રહ્યું છે.હવે ખરેખર મોટી રકમ ખર્ચ કરીને જે રોડ બનાવ્યો છે.હવે ખરેખર નવા મોટા ખાડા પડી જાય એટલે તપાસનો વિષય બન્યો છે.