રાજેશ વસાવે દાહોદ
દાહોદ નગર પાલિકા પ્રમુખે શાક માર્કેટ એસોસિએશન સાથે પોલીથીનનો ઉપયોગ ન કરવા બેઠક યોજી ..
દાહોદ તા .૨૫
દાહોદ નગરને સ્વચ્છ બનાવવા માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અને શહેરમાં ગંદકી ન ફેલાવવા માટે પ્રમુખ દ્રારા વિવિધ પ્રકારના ઉપાયો કરવામાં આવી રહ્યા છે તેને લઈને ઠક્કરબાપા શાકમાર્કેટ એસોસિયેશન સાથે મિટીંગ પાલિકા ખાતે પ્રમુખ રીનાબેન પંચાલ દ્રારા તારીખ 24 મી જુલાઈના રોજ યોજવામાં આવી હતી.
૨૮ જુલાઇ વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસથી તેઓ શાક માર્કેટમા પ્લાસ્ટીકની થેલીનો વપરાશ બંધ કરી ગ્રાહકો કાપડની થેલીનો ઊપયોગ કરે તેના માટે સ્વચ્છ દાહોદ સુંદર દાહોદના સંકલ્પ સાથે નગરપાલિકાને સહયોગ કરશે તેવી ખાતરી શાક માર્કેટના એસોસિએશન દ્રારા પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને આપવામા આવી હતી.
