વિપુલ જોષી @ ગરબાડા
ગરબાડા તાલુકાના દેવધામાં શારીરીક માનસીક ત્રાસ આપી ચરિત્ર પર ખોટા લાંછન લગાડતા પરિણીતા એ કર્યો આપઘાત,મરણ જનાર યુવતીના પિતા દ્વારા સાસરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
ગરબાડા તા.17
ગરબાડા તાલુકાના દેવધા ગામે એક પરણિતાને પતિ તથા સાસરિયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી ચરિત્ર પર ખોટા લાંછન લગાડતા અવાર નવાર મેણા ટોણા મારતા આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાના ઘરે ઘરની છત સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ સાથે પતિ તથા સાસરીયાઓ સામે ફીટકારની લાગણી વહેતી થવા પામી છે.ઘટના સંદર્ભે પોલીસે પરિણીતાની સાસુ દ્વારા લખાયેલ ફરિયાદમાં પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.બાદમાં યુવતીના પિતાની ફરીયાદના આધારે પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગરબાડા તાલુકાના દેવધા ગામે રહેતા નિલેશભાઈ દેવધાના લગ્ન બારેક વર્ષ પહેલા દસલા ગામની સંગીતાબેન ગવારા ભાઇ પરમાર સાથે થયા હતા. લગ્નજીવનમાં તેઓને બે છોકરા અને એક છોકરી હતી.લગ્નના થોડા સમય સુધી સંગીતાબેનને સારૂ રાખ્યા બાદ પતિ નીલેશભાઈ, સસરા હેમચંદભાઈ છગનભાઈ દેહદા અને કિરણભાઈ હેમંચદભાઈ દેહદા દ્વારા સંગીતાબેનને મેણા ટોણા મારી કહેતા કતા કે, તું ખરાબ ચાલની છે, તને ઘરમાં રાખવાની નથી, તેમ કહી અવાર નવાર શારિરીક તેમજ માનસીક આપતા આવા ત્રાસથી કંટાળી સંગીતાબેને ગત તા.૧૫મી એપ્રીલના રોજ પોતાના ઘરમાં છતની સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો જે ઘટનામાં સંગીતાબેન ની સાસુ ચંદુભાઈ દ્વારા લખાવેલ ફરિયાદમાં પોલીસે સૌપ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસમાં ચક્રો ગતિમાન કરતા સાસરિયાઓ દ્વારા અવારનવાર ત્રાસ અપાતો હોવાના કારણે સંગીતાબેન એ ન છૂટકે આ પગલું ભરવું પડ્યું હતું જે બાબતે સંગીતાબેન ના પિતા ગવરાભાઈ બદીયાભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.