![ધાનપુર તાલુકાના પીપેરો ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઇકો ગાડીના ચાલક ઝડપાયો…](https://dahodlive.com/wp-content/uploads/2023/07/IMG-20230707-WA0019-770x377.jpg)
ધાનપુર તાલુકાના પીપેરો ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઇકો ગાડીના ચાલક ઝડપાયો...
ધાનપૂર તા. 7
ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી.બરંડા તેમજ ધાનપુર પોલીસ સ્ટાફના માણસો પ્રોહી તેમજ જુગારના ગણનાપાત્ર કેસોને શોધી કાઢવા માટે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પી.એસ.આઈ સી.બી બરંડાને મળેલી બાતમીના આધારે પીપેરો ગામે આમલા ચોકડી પર ઇકો ને પકડી પાડી તેની તલાસી લેતા તે માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલ નંગ 65 કિંમત રૂપિયા 28,795 સાથે હેરાફેરી કરતા રમેશ જુવાનસિંહ મેડાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમ ધાનપુર પોલીસે 28,795 નો મુદ્દા માલ તેમજ ઈકો ગાડી ની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ ₹2,28,795 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબિસન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી…