વસાવે રાજેશ દાહોદ
દાહોદમાં ઢળતી સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી છુટકારો મળ્યો.
દાહોદ તા. 5
દાહોદ જિલ્લામાં જૂનના અંતમાં પ્રથમ વરસાદની સાથે ચોમાસાએ જમાવટ કરતા દાહોદ જિલ્લામાં સારો વરસાદ વરસવા પામ્યો હતો. જોકે દર વર્ષની સરખામણીમાં આ વખતે વરસાદ ઓછું વરસતા ધરતીપુત્રો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે આગામી સમયમાં તોફાની વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહીના પગલે જુલાઈ મહિનામાં ચોમાસુ ભરપુર રહેશે તેવી પણ અટકલો ઉઠવા પામી હતી. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારા તેમજ ઉકલાટના પગલે દાહોદ વાસીઓ ટ્રસ્ટ બની ગયા હતા. જોકે આજરોજ બપોર બાદ દાહોદના આકાશમાં વાદળોએ જમાવટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થવા પામ્યો હતો. જેના પગલે છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ તેમજ બફારાથી કંટાળેલા દાહોદવાસીઓને આંશિક રાહત મળી હતી. તો બીજી તરફ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી.
