દાહોદના નવાગામની યુવતી ભગાવી લઈ જતા રૂપિયા આપવાનો નિકાલ થતા અને બાકીના રૂપિયા ન આપવા પડે તેથી યુવતીને અવાર નવાર ટોણા મારી માનસિક ત્રાસ આપતા ચાર ઈસમો સામે કતવારા પોલીસમાં ગુનો નોંધાયો

Editor Dahod Live
3 Min Read

દાહોદના નવાગામની યુવતી ભગાવી લઈ જતા રૂપિયા આપવાનો નિકાલ થતા અને બાકીના રૂપિયા ન આપવા પડે તેથી યુવતીને અવાર નવાર ટોણા મારી માનસિક ત્રાસ આપતા ચાર ઈસમો સામે કતવારા પોલીસમાં ગુનો નોંધાયો

નવાગામની યુવતીના નિકાલના રૂપિયા બાબતે યુવતીને માનસિક ત્રાસ આપતા ગરબાડાના 4 ઈસમો સામે કતવારા પોલીસમાં ગુનો નોંધાયો

દાહોદ તા. 30

દાહોદ તાલુકાના નવાગામના ભીલવાડા ફળિયામાં રહેતા પરથીભાઈ રામસીંગભાઇ સંગાડાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 2-4-2022 ના રોજ તેમની પુત્રી ભાવના બેન બોરિયાળા ગામે રહેતા સોહીલ રસુલ ડામોર નામના યુવક સાથે જતી રહી હતી અને યુવતીના નિકાલ બાબતે નવાગામની અને બોરિયાળા ગામની પંચ બેઠી હતી જેમાં 14-4-2022 ના રોજ યુવતિના નિકાલ બાબતે 4.લાખ 50 હજાર યુવતિના પિતાને આપવાના નક્કી કરાયા હતા જેમાંથી 2.લાખ 35 હજાર રૂપિયા યુવકના પરીવાર તરફથી આપી દેવામાં આવ્યા અને બાકીના 2. લાખ 15 હજાર 14-5-2023ના રોજ આપવાના નક્કી કરાયા હતા અને તે ન આપતા જેથી યુવતી જતી રહી હતી અને તેમની અવર જવર ન હતી અને યુવતીના પિતાએ રૂપિયાની માંગણી પણ કરી ન હતી અને ગત તારીખ 25-6-2023 ના રોજ તે યુવતીનો ફોન તેના પીતા પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે ગાંગરડા ગામના અને દીવાનિયા વાડના માણસો મને હેરાન કરે છે તમે પૈસાનો નિકાલ નથી કરતા તો તારા પિયરમાં ગીરવે રાખેલી જમીનમાં વાવેતર થતું નથી અને અવર જવર થતી નથી તેવા મહેણાં ટોણા મારી યુવતીને માનસિક ત્રાસ આપતા હતા અને 2 દિવસ અગાઉ પરથીભાઈ રામસીંગભાઇ સંગાડાના ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુંકે તમારી પુત્રી ભાવનાબેન સ્કૂટી લઈને ભાગી હતી કતવારા ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર એક્સીડેન્સ્ટ થયેલું છે અને તેઓનું મોત નીપજ્યું છે અને તેમની ડેડબોડીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં મુકવામાં આવી છે તેમ જણાવતા તેઓ પરીવારના સભ્યો સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે ગયા હતા અને તારીખ 29 મી જૂનના રોજ કતવારા પોલીસ મથકે ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના દીવાણિયાવાડ ખાતે રહેતા સોહીલ રસુલ ડામોર રસુલભાઈ ડામોર ગાંગરડા ગામના રાજુભાઈ લલ્લુભાઇ મુનિયા અને ગોપીભાઈ રાજુભાઈ મુનિયા વિરુદ્દ નવાગામની યુવતિના નિકાલ ના રૂપિયા તેના પિતાને ન આપી અને યુવતીને માનસિક ત્રાસ આપી અવાર નવાર મહેણાં ટોણા મારવાનો ગુનો નોંધાવતા કતવારા પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Share This Article