ઐતિહાસિક ધરોહરની જાણવણી અંગે પાલિકા મોડે-મોડે જાગી.  દાહોદ નગરપાલિકાની સ્પષ્ટ વાત..દુધિમતી નદીમાં કચરો ફેંકશો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

ઐતિહાસિક ધરોહરની જાણવણી અંગે પાલિકા મોડે-મોડે જાગી.

 દાહોદ નગરપાલિકાની સ્પષ્ટ વાત..દુધિમતી નદીમાં કચરો ફેંકશો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.

નદીમાં કચરો ફેંકતા તત્વોને ઝડપી ચેતવણી આપી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી..

દાહોદ તા.૩૦

દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દાહોદ નગરપાલિકા દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેની સાફ-સફાઈ કરતી એજન્સીને છ મહિના માટે કામગીરી સોંપવામાં આવી છે શહેરમાં આવેલી ઐતિહાસિક દૂધીમતી નદીમાં સ્થાનિક લોકો તેમજ દુકાનદારો દ્વારા તેમનો ભેગો કરેલો કચરો ડોર ટુ ડોર કલેક્શનને ન આપી અને દિવસ દરમિયાન તેમજ રાત્રી દરમિયાન એતિહાસિક દુધીમતી નદીમાં નાખી અને તેને ગંદી કરવાનું કાર્ય છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે ત્યારે હવે દાહોદ શહેરને સ્વરછ સુંદર અને હરિયાળું બનાવવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દૂધીમતી નદીમાં કચરો ઉઠાવવા આવતા વાહન ચાલકોના વાહનોને રોકી અને તેમના વિડિયો સોશિયલ મીડિયામાં ઉતારી તેમને ચેતવણી આપવામાં આવી છે અને જો હવેથી આવું કરતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે તેમ નગરપાલિકા ખાતેથી પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા તારીખ 29 મી જૂનના રોજ માહિતી આપતાં જણાવ્યું હતું.

Share This Article