
રાહુલ ગારી ગરબાડા
ટૂંકીવજુ માં વરસાદના કારણે ધરાસય થયેલા ઘરના પરિવારને તંત્ર દ્વારા ચેક આપવામાં આવ્યો.
ગરબાડા.તારીખ : ૨૭ જૂન
ગરબાડા તાલુકાના ટૂંકીવજુના રોજી ફળિયામાં ભારે વરસાદના કારણે એક કાચી મકાન ધરાસય થયું હતું. ઘર ધરાસાઈ થતા તે પરિવારને વૈકલ્પિક રીતે રહેવા અને જમવાની વ્યવસ્થા તાલુકા સભ્યોના ઘરે કરવામાં આવી હતી અને જેનું તંત્ર દ્વારા સર્વે કરી પંચ કેસ કરી અને સરકારશ્રીની યોજના મુજબ લાભ મળે તે માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં આજે ગરબાડા તાલુકા પંચાયત દ્વારા ગામના સરપંચ ભાનુપ્રસાદ ગોહીલ તેમજ તાલુકા પ્રમુખ અને AT.TDO મહેશ પટેલ,તલાટી અંજલીબેન ના હસ્તે લાભાર્થી ગોહીલ વીરસીહભાઈ ને 5200 રૂપિયા નો ચેક તંત્ર દ્વારા આર્થિક સહાયરૂપે આપવામાં આવ્યો.