
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા તાલુકા પ્રમુખની સામાન્ય સભાય યોજાય, સામાન્ય સભામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત રહ્યા
ઝરીબુઝર્ગ -2 ના અપક્ષ સભ્ય પાચ મીટીંગ માં ગેરહાજર રહેતા સભ્ય પદ રદ કરવા દરખાસ્ત.
ગરબાડા તા.26
ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તાલુકા પંચાયતના પ્રમુખ મનીષાબેન અધ્યક્ષ સ્થાને મળી હતી.જે સામાન્ય સભામાં પાછલી મિટિંગના મુદ્દાને વંચાણે લઇ બહાલી આપવામાં આવી.ત્યારબાદ એજન્ટા મુજબની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી જેમાં ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા માં સતત પાંચ હસામાન્ય સભામાં ગેરહાજર રહેનાર ઝરી બુઝર્ગ-૨ નાં સભ્યને સભ્યપદ પદે રદ સરવાનમતે દરખાસ્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય ને છે કે પંચાયતની ધારાની કલમ ૭૨ એક (ખ) મુજબ કોઈ સભ્ય સતત ત્રણ મિટિંગમાં ગેરહાજર રહે તો તેનુ સભ્યપદ રદ થાય તેવી જોગવાઈ છે જે મુજબ ઝરી બુઝર્ગ-૨ નાં તાલુકા સભ્ય વનીતાબેન કરણસિંહ ગણાવા સતત પાંચ સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કાયદાની જોગવાઈ મુજબ આજે તેમનું સભ્યપદ રદ કરવા માટેની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી આજની આ સામાન્ય સભામાં તાલુકા સભ્યો સહિત ગરબાડા 133 વિધાનસભા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા