બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર કાળીયા તથા ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.*
સુખસર કૃષિ શાળા ખાતે 23 બાળકો,કાળીયા પ્રાથમિક શાળા ખાતે 40 બાળકો તથા ખાખરીયા- બચકરીયા પ્રાથમિક શાળામાં 23 બાળકોએ પ્રવેશ મેળવ્યો.
(પ્રતિનિધિ ) સુખસર,તા.1૩
ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા,કાળીયા પ્રાથમિક શાળા તથા ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળાઓ ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મહાનુભાવો,ગ્રામજનો, આંગણવાડી સંચાલિકાઓ ,તેડાગર બહેનો સહિત મોટી સંખ્યામાં બાળકોના વાલીઓએ હાજર રહી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં શાળાના આચાર્ય પર્વતભાઈ લબાના દ્વારા વ્યવસ્થિત આયોજન કરી સુખસર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં નિવૃત્ત માધ્યમિક શિક્ષક એન.ડી. પંચાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના તથા મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આવકાર્યા હતા.ત્યારબાદ શાળા પ્રવેશોત્સવની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં આંગણવાડી,બાલવાટિકા તથા ધોરણ 1 ના મળીને કુલ 23 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેમજ આ શાળામાં ગત વર્ષે ધોરણ 3 થી 8 મા પ્રથમ નંબરે પાસ થનાર તથા વર્ષ દરમિયાન નિયમિત શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા “બેટી બચાવો,બેટી પઢાવો”,”જળ એજ જીવન” જેવા વિષયો ઉપર વ્યક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો એ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ત્યારબાદ એસ.એમ.સી સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી.અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જ્યારે આજરોજ કાળીયા પ્રાથમિક શાળા ખાતે શાળા શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણાના સુચારું અને આયોજન પૂર્વકના આયોજન થી પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો,બાળકોના વાલીઓ સહિત આગણવાડી કાર્યકર,તેડાગર બહેનો સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા.જેમાં આજરોજ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બાલવાડીમાં 19,બાલવાટિકામાં 17, તથા ધોરણ 1 માં 14 બાળકોએ આમ કુલ આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં 40 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ વક્તવ્યો રજુ કર્યા હતા.શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
12 જૂન-2023 ના રોજ ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત સરકારના ડી.એસ અધિકારી જે.બી પટેલના હસ્તે આગણવાડી અને બાલવાટિકા ના બાળકોને દફતર આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં આગણવાડીમાં 4, બાલવાટિકામાં 16 તથા ધોરણ 1 માં 3 બાળકોને પ્રવેશ આપી કુલ 21 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ બાળકોને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે શાળાના દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરી શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.*ફતેપુરા તાલુકાના સુખસર કાળીયા તથા ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.