વસાવે રાજેશ દાહોદ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી એલસીબી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો..
હોટલ સતી તોરલ પાસેથી પોલીસે ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…
દાહોદ તા.૧૨
દાહોદ શહેરમાં આવેલ ઇન્દોરથી ગોધરા તરફ જતા નેશનલ હાઈવે રસ્તા ઉપર સતી તોરલ હોટલ પાસેથી દાહોદ એલસીબી પોલીસે આઇસર ટેમ્પોમાંથી કુલ રૂપિયા 20,54,400 ના પ્રોહીબિશન જથ્થા સાથે આઇસર ગાડીના ચાલકની અટક કરી હતી જ્યારે આ કેસમાં અન્ય બે મોસ્ટ વોન્ટેડ ફરાર વિરુદ્ધ પણ પોલીસે પ્રોહિબિશનનો ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ આઇસર ટેમ્પો ની કિંમત મળી કુલ રૂપિયા 30,59,400 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાંથી પસાર થતા ઇન્દોર થી ગોધરા તરફ પસાર થતા નેશનલ હાઈવે રસ્તા ઉપર સતી તોરલ હોટલ પાસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઇસર ટેમ્પો ત્યાંથી પસાર થતા પોલીસ હતી અને આઇસર ટેમ્પો નજીક આવતાની સાથે તેને ચારે તરફથી ઘેરી લઈ ગાડી કા ચાલક સુરેશકુમાર તેજારામ બિશ્નોઇ (રહે. જાલોર,રાજસ્થાન) ની પોલીસે અટકાયત કરી આઇસર ટેમ્પાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. 463 જેમાં બોટલો નંગ. 9852 જેની કુલ કિંમત રૂપિયા 30,54,400 ના પ્રોહિબિશન જથ્થા સાથે આઇસર ટેમ્પો, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 30,59,400 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ કેસમાં સંડોવાયેલો મોસ્ટ વોન્ટેડ એવા દિનેશભાઈ જાટ (રહે. જાલોર, રાજસ્થાન) અને વડોદરા ગોલ્ડન ચોકડીનો કોઈ અજાણ્યો ઈસમ મળી ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
