![બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે તું મારા કાકા ની છોકરી કેમ ભગાડી લઈ ગયો છે તેમ કહી એક ઈસમનો તલવાર વડે હુમલો..](https://dahodlive.com/wp-content/uploads/2023/05/Screenshot_2023_0528_194503-706x377.jpg)
ઈરફાન મકરાણી :- દે. બારીયા.
દે.બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે તું મારા કાકા ની છોકરી કેમ ભગાડી લઈ ગયો છે તેમ કહી એક ઈસમનો તલવાર વડે હુમલો..
છોકરી ભગાડી ગયા ની અદાવતે તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી
દેવગબારિયા તા. ૨૮
દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે એક ઈસમે છોકરી ભગાડી ગયાની અદાવતે એક વ્યક્તિને તલવારના ઘા મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજૂરી ગામના ફોફી ફળિયાના ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ડાયરાએ તેમના ગામના નરેશભાઈ બળવંતભાઈ ધોબીને રોકી તું મારા કાકા ની છોકરી ને ભગાડી લઈ ગયો છે. આજે તું મારા હાથમાં આવી ગયો છે તને છોડું નહીં તેમ કહીને તેના હાથમાં ની તલવાર નરેશભાઈ ને મારવા જતા નરેશભાઈ નીચે નમી જતા ધર્મેન્દ્રભાઈ એ પોતાના હાથમાં લીધેલી તલવારથી નરેશભાઈ ના બરડામાં તેમજ ગરદનના ભાગે હુમલો કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયો હતો..
ઉપરોક્ત બનાવ સંદર્ભે મોટી ખજૂરી ગામના ફોફી ફળિયાના નરેશભાઈ બળવંતભાઈ ધોબીએ દેવગઢ બારીયા પોલીસે ધર્મેન્દ્રભાઈ બળવંતભાઈ ડાયરા વિરોધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે..