ઝાલોદમાં પોલીસ મથક સામે શોરૂમમાં ચોરી કર્યા બાદ બાદ તસ્કરે કાગળ ચોટાડી પોલીસને ઝડપી પાડવા પડકાર ફેંક્યો..
તસ્કરે સિલ્લકના 60 હજાર અને સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી…
દાહોદ તા.21
દાહોદ જિલ્લાના ઝાલોદ બાંસવાડા રોડ પર પોલીસ સ્ટેશન સામે આવેલા બાઈકના શોરૂમ રાજ મોટર્સમાં ચોર ઘુસી જઈને ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો.જેમાં તસ્કરોએ શોરૂમમાં સિલ્લકના 60 હજાર, મોબાઈલ ટેબ્લેટ લઈને ફરાર થઇ ગયા હતા.જોકે આ ચોરીની ઘટનામાં તસ્કરોઓએ એક વિચિત્ર હરકત કરતા આ બનાવ હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. જેમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકાતા હોય તેમ તસ્કરોએ શોરૂમમાં ચીઠ્ઠી ચોંટાડી જતાં જતા ચર્ચાનો વિષય બન્યો હતો.જેમાં તસ્કરોએ ચિઠ્ઠીમાં મેં હુ ચોર, નાથુભાઇ નિનામા બાદ મોબાઇલ નંબર . લખ્યો હતો. ત્યાર બાદ અપશબ્દો લખીને તમારી ***** માં છાણ હોય તો પકડી લો તેવુ લખાણ લખ્યુ હતું. ઝાલોદ રાજ મોટર્સ શોરૂમમાં તસ્કરોએ હાથફેરો કરીને ચાલાકી વાપરીને સીસીટીવીનું આખું ડીવીઆર સેટ પણ ઉઠાવી જતા પોલીસ માટે તપાસ કરવું મુશ્કેલ બનાવ્યું હતું. પોલીસની તપાસમાં તસ્કરો ચિઠ્ઠીમાં લખેલો મોબાઇલ નંબર ખોટો હોવાનું જાણવા મળ્યુ છે. જરા હાલ આ બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. આ બનાવ ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.