કોરોના સામે જંગ….જરૂરતમંદ લોકોની વ્હારે આવ્યું SMVS સ્વામિનારાયણ મંદિર તીર્થધામ ગોધર:મંદિર દ્વારા 5 ટન શાકભાજીનું વિતરણ કરી માનવતા મહેકાવી

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

વૈશ્વિક મહામારી કોરોના સામે SMVS સ્વામિનારાયણ મંદિર તીર્થધામ ગોધર મંદિર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 5 ટન શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું.

સંતરામપુર તા. 04

હાલમાં જ્યારે કોરોના વાયરસનો સામનો કરવા માટે સરકાર તરફથી જ્યારે લોક ડાઉન કરવામાં આવેલ છે.ત્યારે સમાજનો એવો વર્ગ કે જે રોજ કમાઈને રોજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય એવા પરિવારોની ચિંતા એસ.એમ.વી.એસ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાએ કરી.એસ.એમ.વી.એસ સંસ્થાના ગુરુ સ્થાને જેઓ છે એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી (પરમ પૂજ્ય સત્યસંકલ્પ દાસજી સ્વામી શ્રી) ની આજ્ઞાથી એસ.એમ.વી.એસ સ્વામિનારાયણ મંદિર તીર્થધામ ગોધરના તમામ સંતો તથા 40 જેટલા સ્વયં સેવક હરિભક્તો દ્વારા લુણાવાડા અને સંતરામપુરના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોનું સર્વે કરી જરૂરિયાતમંદ પરિવારોને એમના ઘરે જઈને તાજી શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ. વિતરણ દરમિયાન જરૂરી અંતર જાળવવવામાં આવ્યું હતું.
આમ એસ.એમ.વી.એસ સંસ્થાના નેતૃત્વમાં કુલ 5 ટન શુદ્ધ તેમજ તાજું શાકભાજી સંસ્થાના પૂ. સંતો અને 40 સ્વયં સેવક હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રૂબરૂ પહોંચાડી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

Share This Article