ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા મેલડી માતાજી મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું.

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા મેલડી માતાજી મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું.

7 મે-2023 રવિવાર રાત્રિના કલાકાર જીગ્નેશ કવિરાજના મુખે લોક ડાયરો યોજાશે.

લોક ડાયરામાં પધારવા મીનાકુવર ફૂલકુંવર (માસી)દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 સુખસર,તા.6

ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ખાતે મેલડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આ લોક ડાયરાનો લાભ લેવા મીનાકુવર ફૂલકુવર(માસી) દ્વારા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

 જાણવા મળેલ માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ખાતે આવેલ મેલડી માતાજીના મંદિરે તારીખ 7/5/ 2023 રવિવારના રોજ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.અને આ લોક ડાયરામાં કલાકાર તરીકે જીગ્નેશ કવિરાજ આવનાર હોવાનું જાણવા મળે છે.આ લોક ડાયરામાં જાહેર જનતાએ પધારી આ લોક ડાયરાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Share This Article