
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના અગારા (ર)ગામે કોઈ અગમ્ય કારણોસર એક છોકરાએ ઝાડ સાથે ફાસો ખાઈને તેનું જીવન ટૂંકાવ્યું.
સીંગવડ તા.06
સિંગવડ તાલુકાના અગારા (ર) ગામે કોઈ અગમ્ય કારણસર તળાવ ફળિયામાં રહેતા રાકેશભાઈ કાળુભાઈ પરમાર ઝાડ પર ખાટલા ભરવાની દોરીના બે હરા કરીને 5.5.2023 ના રાત્રિના 12:00 થી 6.5.2023 ના 6:00 વાગ્યાના કોઈપણ સમય દરમિયાન તેને લીમડાના ઝાડ પર લટકીને તેનું જીવન ટૂંકાવ્યું હતું જ્યારે આની જાણ તેના પિતા ગોવિંદભાઈ કાળુભાઈ પરમારને થતા તેને તાત્કાલિક રણધીકપુર પોલીસને જાણ કરતા રણધીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મરણ જનાર રાકેશ કાળુ પરમારની લાશને ઝાડ પરથી નીચે ઉતારીને સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે આ સિંગવડ તાલુકામાં અવારનવાર ઘણા નાની ઉંમરના છોકરા અને છોકરીઓના ફાસો ખાવાના કેસો બનવા પામ્યા છે.