દાહોદમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન કાપી નાખેલા વીજ જોડાણો ફરીથી શરૂ કરવા MGVCL ના દુકાનદારોને ઠાગાઠૈયા
MGVCL ના મનસ્વી વહીવટને લઈને દુકાનદારોમાં ભારે આક્રોશ
દાહોદ તા.06
દાહોદ શહેરમાં ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોદીરોડ ખાતે ડિમોલેશનની કામગીરી દરમિયાન જેસીબી મશીન વડે દુકાનની બહાર લાગેલા બોર્ડ તેમજ પતરાના સેડ કાઢતી વખતે કેટલીક જગ્યાએ દુકાનોમાં લાગેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ મીટરોના વાયરો તૂટી જતા ડિમોલેશનની કામગીરીમાં સામેલ એમજીવીસીએલ દ્વારા વીજ સપ્લાય બંધ કરી કનેક્શનો કાપી દેવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાને કલાકો વીત્યા હોવા છતાંય કેટલાક ઠેકાણે તો એમજીવીસીએલ દ્વારા વીજ સપ્લાય રીસ્ટોર ન કરવામાં આવતા સમયસર વીજ બીલ ભરનાર દુકાનદારોને ભર ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો અને દુકાનદારો વીજળી વિહોણા બન્યા હતા તેના પગલે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એટલું જ નહીં વેપારીઓ દ્વારા એમજીવીસીએલને વીજ જોડાણ પુનઃ શરૂ કરવા માટે રજૂઆત કરતા એમજીવીસીએલ દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી અને તેઓને કહેવામાં આવ્યું હતું કે પ્રાંત અધિકારી દ્વારા આદેશ આપવામાં આવશે ત્યારે અમે વીજ જોડાણ ફરીથી રીસ્ટોર કરીશું તેવા વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આંકરા ઉનાળામાં પાડાના વાખે પખાળીને ડામ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ બાબતની જાણ દાહોદના જાગૃત પત્રકારોએ પ્રાંત અધિકારી એન બી રાજપૂતને કરાતા તેઓએ તાબડતોડ એમજીવીસીએલનેe આ અંગેની જાણ કરી કાપી નાખેલા વીજ જોડાણો સત્વરે ચાલુ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા હતા ત્યારે વીજ કંપનીની આવી મન માનીને લઈને સ્થાનિક દુકાનદારોના વીજ જોડાણો પુનઃ શરૂ કરવા અને વીજ સપ્લાયને લઈને પડતી મુશ્કેલીઓ અંગે પત્રકારો સમક્ષ પોતાની વેદનાઓ રજુ કરી હતી
