ગરબાડા તાલુકાના નવાગામ ખાતે વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદથી મહુડાના તોતિંગ વૃક્ષ નીચે દબાઈ જતા બળદનું મોત

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના નવાગામ ખાતે વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદથી મહુડાના તોતિંગ વૃક્ષ નીચે દબાઈ જતા બળદનું મોત

વાવાઝોડાના કારણે મહુડાનું ઝાડ બળદ ઉપર પડતાં બળદનું કમકમાટી ભર્યું મોત…

ગરબાડા તા. 03

વેસ્ટન ડીસ્ટર્બન્સ તેમજ સર્ક્યુલેશનની અસરના પગલે મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યો હતો ત્યારે બીજી તરફ હાલમાં જ હવામાન વિભાગે ચાલુ અઠવાડિયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જેના પગલે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ તેમજ તોફાની પવન સાથે વરસાદ વરસવાપામ્યો હતો.ત્યારે આજરોજ ગરબાડા તાલુકાના નવાગામ ખાતે કમોસમી વરસાદની સાથે ત્રાટકેલા વાવાઝોડામાં મહુડાનો વૃક્ષ ધરાશાયી થતા મહુડાની નીચે બાંધેલ બળદ મહાકાય તોતિંગ વૃક્ષ તળે દબાઈ જતા બળદનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જેમાં ગરબાડા તાલુકાના નવાગામ ખાતે ભાભોર ફળિયામાં રહેતા ભાભોર મકનસિંહ કેશવાભાઈ ભાભોર નો બળદ મહુડાના ઝાડની નીચે બાંધેલ હતો.જેમાં આજે બપોરના સમયે કમોસમી વરસાદની સાથે ત્રાટકેલા વાવાઝોડામાં મહુડાનું ઝાડ પડતા મહુડાના ઝાડ નીચે બાંધેલ બળદ ઉપર પડતા બળદનું મોત નિપજ્યું હતું ઘટના ની જાણ સરપંચ તેમજ તલાટીને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચકયાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી…

Share This Article