ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લીમખેડા ખાતે અભયમ રેસ્ક્યુ વાનનુ લોકાર્પણ…
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને ગૃહ વિભાગ તરફ થી ગુજરાત સ્થાપના દિવસે
અભયમ 181 મહિલા હેલ્પ લાઈન નું દાહોદ જિલ્લા ના લીમખેડા ખાતે લોકાર્પણ કરવામા આવ્યું હતું. ગુજરાત સરકાર ની મહિલા સુરક્ષા ની પહેલ તરીકે દાહોદ જીલ્લા ને લીમખેડા ખાતે વધુ એક અભયમ રેસક્યું વાન ની ભેટ મળી હતી હવે જીલ્લાની દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની પીડીત મહિલાઓ ને અભયમ દ્વારા ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવ ની ઝડપી કામગીરી બનશે અને ઓછાં સમય મા મહિલાઓ ને જરુરી મદદ પહોંચાડવામાં સુગમતા રહેશે.
શ્રીમતી સરમાંબેન મુનિયા દ્વારા કી – ચાવી આપવામા આવેલ જયારે શ્રી આર.કે.ગૌતમ, મામલતદારશ્રી લીમખેડા , શ્રી એમ.જી.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન દાહોદ દ્વારા ફ્લેગ આપી અભયમ સેવાનો સુભારંભ કરાવવામા આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી એસ. સી. રાઠવા પોલિસ ઇન્સ્પેકટર લીમખેડા, શ્રી શામભાઈ કટારા મહામંત્રીશ્રી એસ.ટી.મોરચો, શ્રી વજેસિંહ પલાશ માજી પ્રમુખ, શ્રી
જહાનઆરા પઠાણ ફિલ્ડ ઓફીસર મહિલા અને બાલ વિકાસ દાહોદ ઉપસ્થિત રહી રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.
વધુ મા અભયમ સ્ટેટ પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલે અભયમ સેવાઓ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતુ કે વર્ષ 2015 થી અત્યાર સુધી ગુજરાત માં 12 લાખ જેટલા મહિલાઓ એ 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરેલ જેઓ ને ઇમરજંસી કન્ટ્રોલ રૂમ નાં તાલીમ પામેલ કાઉન્સેલર દ્વારા યોગ્ય પરામર્શ આપવામા આવેલ અને જરૃરિયાત વાળા પીડીત મહિલાઓ ને સ્થળ પર અભયમ રેસ્ક્યું ટીમ પહોચી મદદ અને બચાવ પહોંચાડવામાં આવી રહેલ છે પંચમહાલ જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન 3943 અને વર્ષ 2022-23 માં 4215 પીડીત મહિલાઓ ના કોલ આવ્યાં હતાં જેમાંથી અનુક્રમે 781 અને 753 જેટલાં મહિલાઓ ને મુશ્કેલી ના સમયે સ્થળ પર પહોચી મદદ,માર્ગદર્શન અને બચાવ કરેલ છે. જિલ્લામાં મોટે ભાગે ઘરેલૂ હિંસા, માલમિલકત ની વહેંચણી, લગ્નેતર સબંધ, લગ્ન જીવનના વિખવાદો, બાળ લગ્ન, વ્યસન કરી પજવણી, વહેમ અંધશ્રધ્ધા વગેરે ના કિસ્સાઓ વધુ પ્રમાણ વધુ જોવા મળેલ છે. આ ઉપરાંત અભયમ ટીમ દ્વારા સરકારશ્રી ની મહીલા લક્ષી યોજનાઓ, કન્યા કેળવણી ને ઉત્તેજન, બાળ લગ્ન અને વહેમ નાબૂદી વગેરે માં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.