દાહોદ જિલ્લા પોલીસ તેમજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

દાહોદ પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ તેમજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસવડા બલરામ મીણાએ રક્તદાન કર્યું

દાહોદ તા.30

૧મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગૌરવ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તારીખ 30મી એપ્રિલના રોજ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ તેમજ ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા તેમજ

 

ડિવિઝનના એ.એસ.પી જગદીશ બાંગરવા દ્રારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.તેમાં દાહોદ જિલ્લાના પોલીસ કર્મચારીઓ તેમજ જિલ્લા પોલીસના અધિકારીઓ અને નવા ભરતી થનારા એલ આર ડી ના જવાનો આ તમામે મળીને બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું રક્તદાન કર્યું હતું જેમાં પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 500 યુનિટ જેટલું બ્લડ ભેગું કરી અને ઝાયડસ હોસ્પિટલમાં દાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ દ્વારા 60 થી વધુ બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સ્ટાફને ખડકી દેવામાં આવ્યો હતો અને જિલ્લામાંથી પોલીસ જવાનો દ્રારા તેમની રોજિંદી કામગીરી પૂર્ણ કરી અને દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ પોતાનું રક્તદાન કરવા માટે પોલીસના મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા આવ્યા હતા…

Share This Article