બી ડિવિઝન પોલીસે છાપરી ગામેથી ₹5,760 નો વિદેશી દારૂ ઝડપી ઈસમ સામે ગુનો નોંધ્યો

Editor Dahod Live
1 Min Read

બી ડિવિઝન પોલીસે છાપરી ગામેથી ₹5,760 નો વિદેશી દારૂ ઝડપી ઈસમ સામે ગુનો નોંધ્યો

તારીખ 24 મી એપ્રિલ દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન છાપરી નજીક જતા તેમને બાતમી મળી હતી કે છાપરી નિશાળ ફળિયા પાસે રહેતો ચંદન માધુભાઈ સાંસી તેના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી અને તેનું છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે છાપરી નિશાળ ફળિયા પાસે રહેતો ચંદન માધુ સાંસીના ઘરે પોલીસે રેડ કરતા પોલીસને દેખી વિદેશી દારૂનું વેચાણ કરનાર ઈસમ ચંદન માધુ સાંસી પોલીસને દેખી ભાગી ગયો હતો અને પોલીસે તેના ઘરમાં સંતાડી રાખેલા થેલામાં ભરેલી 44 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી જેની કિંમત 5,760 રૂપીયાનો વિદેશી દારૂનો જથ્થો b ડિવિઝન પોલીસે કબજે કરી અને ચંદન માધુ સાસી સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Share This Article