લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટારે દાહોદ નજીક પસાર થતી એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી આયખું ટૂંકાવ્યું…

Editor Dahod Live
2 Min Read

લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટારે દાહોદ નજીક પસાર થતી એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી આયખું ટૂંકાવ્યું…

લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજીસ્ટાર  તરીકે ફરજ બજાવતા હતા: ટ્રેન નીચે પડતું મૂકવાનું કારણ અકબંધ…

ઘટના બી કેબીન નજીક બની ગુજરાત રેલવે પોલીસે ઘટના સંબંધે એડી દાખલ કરી તપાસ હાથ ધરી…

દાહોદ તા.23

લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટારે દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર સુપરફાસ્ટ ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યાનું જાણવા મળેલ છે. જોકે કોર્ટના કર્મચારીએ કયા કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ રીતે બહાર આવી નથી પરંતુ આમ આમળામાં જીઆરપી પોલીસે મૃતકની લાશને પીએમ માટે દાહોદના ઝેડસ હોસ્પિટલ ખાતે મોકલી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના હાથીયાવન પલાસ ફળિયાના મૂળ રહેવાસી અને હાલ ગવર્મેન્ટ કોલોની એસડીએમ ઓફિસ પાસેના રહેવાસી અને લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજીસ્ટાર  તરીકે ફરજ તરીકે ફરજ બજાવતા સુમેરસિંગ નાહરસિંહ પલાસે આજરો સવારના 09:00 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આજરોજ દાહોદ રેલવે સ્ટેશન નજીક બી કેબીન પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર ટ્રેન નંબર 19020 બાંદ્રા-હરિદ્વાર દેરાદુન એક્સપ્રેસ આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ બનાવની જાણ દાહોદ જીઆરપી પોલીસને થતા દાહોદ જીઆરપી પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનાર સુમેરસિગની લાશનો કબ્જો મેળવી પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી. જોકે લીમખેડા કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજીસ્ટાર  તરીકે ફરજ તરીકે ફરજ બજાવતા સુમેરસિંગે કયા કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે તે હાલ બહાર આવ્યું નથી પરંતુ જીઆરપી પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article