વસાવે રાજેશ દાહોદ
દાહોદ જિલ્લા સહકારી દાહોદ જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન તથા માનદ મંત્રીની ચૂંટણી બિન હરીફ યોજાઇ…
દાહોદ જિલ્લા સહકારી સંઘની 2-5 વર્ષની મુદ્દત માટે ચેરમેન વાઇસ ચેરમેન તથા માનદ મંત્રીની ચૂંટણી દાહોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં સંઘના ચેરમેન માટે ની દરખાસ્ત ભુપેન્દ્રભાઈ ચૌહાણ તથા ટેકો સાબીર શેખ એ ચેરમેન માટે કલસીંગભાઇ મેડા ના નામની મૂકી જેને ચૂંટણી અધિકારીએ બિન હરીફ વિજેતા જાહેર કર્યા હતા ત્યારબાદ વાઇસ ચેરમેન માટે મુકેશભાઈ પરમાર ની દરખાસ્ત સુરપાલ ભાઈ ભાભોરે તથા ટેકો હરેન્દ્રસિંહ નાયકે મુકો જેમાં અન્ય હરીફ ના રહેતા મુકેશભાઈ પરમાર ને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા માનદ મંત્રી માટે ગોપાલ ભાઈ ધાનકાની દરખાસ્ત ડૉક્ટર કિશોરભાઈ તાવિયાડ એ તથા ટેકો યોગેન્દ્ર ભાઈ પાઠકે મુક્ત હતો અન્ય કોઈ દરખાસ્ત ના આવતા માનદ મંત્રી માટે ગોપાલભાઈ ધનકા બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંઘના ડિરેક્ટરોએ વિજેતા ઓને અભિનંદન પાઠવ્યા હતા...
