દાહોદ જિલ્લામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:50% કરતાં વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા..
છ તાલુકામાં 81 પરીક્ષા કેન્દ્ર પર યોજાયેલી પરીક્ષામાં 10,886 ઉમેદવારોએ પરીક્ષા આપી:17374 ઉમેદવારો ગેરહાજર રહ્યા…
દાહોદ તા.09

દાહોદ જિલ્લામાં આજરોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.આજરોજ યોજાયેલી આ પરીક્ષામાં 81 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 28,260 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા જોકે 50% કરતાં વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ગેરહાજર રહેતા માત્ર 10,0886 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.પરીક્ષા સંપન્ન થયા બાદ સંલગ્ન વિભાગ દ્વારા પરીક્ષાની જવાબવહીઓ DRDA ખાતે ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ખૂબ જ કાળજીપૂર્વક તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો દ્વારા અપાયેલા પ્રશ્નપત્રોની જવાબવહીઓ તેમજ ગેરહાજર રહેલા ઉમેદવારોના પ્રશ્નપત્રો ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા..

દાહોદ જિલ્લાના 81 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 28,260 જેટલા પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે યોજાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાના હતા.જેમાં 10,886 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.જ્યારે 50 ટકા કરતાં વધુ એટલે કે અધધ..કહી શકાય 17,374 જેટલા પરીક્ષાઓ ગેરહાજર રહ્યા હતા.નાયબ કલેકટર એ.બી પાંડોર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી SOP અંતર્ગત સવારના 12:30 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.પોલીસે ઉમેદવારોની ચકાસણી કરી બોલપેન અને સાદી ઘડિયાળ તથા હોલ ટિકિટ તેમજ કોલલેટરની ખરાઈ કર્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. જ્યારે ઉમેદવારોના મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક ગેજેટ,બેગ તથા અન્ય સર સામાનને પરીક્ષા કેન્દ્રના બહાર કમ્પાઉન્ડમાં જ મુકાવી દીધા હતા.તો સાથે-સાથે હાલ કોરોના સંક્રમણમાં વધારો જોવાતા આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવ્યા આરોગ્ય વિભાગે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જતા દરેક પરીક્ષાથીની થર્મોમીટર ઘનથી તેમનું ટેમ્પરેચર ચેક કરી સેનિટાઈઝર વડે હાથ સાફ કરાવી અને માસ્કનું વિતરણ કરી પરીક્ષા કેન્દ્ર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.એક કલાક બાદ પરીક્ષા પૂર્ણ થતા પેપર આપ્યા બાદ ઉમેદવારો હસતા મોઢે બહાર આવ્યા હતા. અને તેઓએ શાંતિપૂર્ણ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ પરીક્ષા તેમજ આ પરીક્ષા આપવા આવતા સમયે સામાજિક સંગઠનો દ્વારા આપવામાં આવેલા પૂરતા સહયોગ તેમજ એસ.ટી વિભાગ દ્વારા ફાળવેલા ફાળવેલા વાહનો માટે સુવિધા પૂરી પાડતા પરીક્ષાર્થીઓએ સામાજિક સંગઠનો તેમજ એસ.ટી વિભાગનો આભાર માન્યો હતો. આજરોજ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ના બનતા દાહોદ જિલ્લા પોલીસ વહીવટી તંત્રએ આજકારો અનુભવ્યો હતો..
પેપરલીક પ્રકરણથી ઊભા થયેલા અવિશ્વાસ તેમજ પરીક્ષા કેન્દ્રો દૂર-દૂર આપતાં 50 ટકા ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોવાનો અનુમાન.
જુનિયર ક્લાર્ક તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ભૂતકાળમાં પેપર લીક થતા સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. જે બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોમાં સરકાર તેમજ તેમના સિસ્ટમ સામે અવિશ્વાસ ઉભો થયો હતો. જોકે આ વખતે યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. અને તેઓએ આ પરીક્ષાની તમામ જવાબદારીઓ આઈપીએસ અધિકારી હસમુખ પટેલને સોંપી હતી. સ્પર્ધાત્મક સ્પર્ધા ની આ પરીક્ષામાં કોઈપણ કચાસ ન રહે તે માટે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ કાળજી લેવામાં આવી હતી. પોલીસ તેમજ સરકાર દ્વારા આ પરીક્ષા ને લઈને વિશેષ જાહેરમાં તેમજ SOP બહાર પાડવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ વડોદરા અમદાવાદ છોટાઉદેપુર રાજકોટ સહિતના મહાનગરોના ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો દાહોદ તેમજ આંતરિયાળ વિસ્તારમાં ફાળવી દેતા દરેક ઉમેદવારને 200 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યો હતો જેના પગલે આ પરીક્ષામાં એક તરફ ભૂતકાળની જેમ પેપર લીક થવાની આશંકા તેમજ બીજી તરફ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર દૂર દૂર સુધી ફાળવતા દાહોદ જિલ્લામાં 50% કરતાં વધારે એટલે કે 17,374 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં વહીવટી તંત્રે માનવતા મહેકાવી..
દાહોદ ખાતે આજરોજ યોજાયેલી જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં છોટાઉદેપુર થી દાહોદ જિલ્લાના લીમખેડા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનો બેગ બસમાં ચોરાઈ જતા ઉમેદવારના કપડાં રોકડ રકમ સહિતનો સામાન બેગમાં જતો રહેતા તે ઉમેદવાર હતાશ બન્યો હતો. જોકે સદ નસીબે તેની પરીક્ષાનો કોલલેટર તેમજ હોલ ટિકિટ સલામત રહેતા તેને આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને પોતાની આપ વીતી પરીક્ષા કેન્દ્ર સંચાલકને જણાવી હતી. જે બાત પરીક્ષા કેન્દ્ર સંચાલકે આ અંગેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખને કરતા મયુર પારેખ એ તાબડતોડ પરીક્ષાર્થીને જમવા તેમજ તેના ખાવા પીવા તેમજ તેના ઘરે પરત જવા માટેનું ભાડું ચૂકવી એક અધિકારી તરીકે નહીં પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ અભિગમ અપનાવી માનવતા મહેકાવી હતી.
