
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાની નળવાય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
તારીખ : ૫ એપ્રિલ
નળવાઈ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ અને શાળા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ આજે ગામના સરપંચ એસએમસી સમિતિના સભ્ય, સી.આર.સી ગામના વડીલો અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધોરણ 8 માં અભ્યાસ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા બાળકો ખૂબ જ લાગણી સભર દ્રશ્ય સાથે વાતાવરણ જાણે સ્નેહસભર જોવા મળ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું.