ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઇ-બાર ખાતે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે ટીબીના દર્દીઓને દત્તક લઈ પોષણ કીટનું વિતરણ કરાયું.
લીમખેડા : ૨૪
લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઇ-બાર ખાતે વર્લ્ડ ટીબી ડે અંતગર્ત જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સી.એમ.મછાર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ (બાર) ના તમામ સભ્યો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. તૃણાલ પટેલ, ડૉ. હેતા મોદી તથા PHC ના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કુલ 27 ટીબીના દર્દી ને ન્યુટ્રીશન આપવામાં આવી.જેમાંથી સેવા પરિવાર ટ્રસ્ટ દ્રારા એક સાથે 17 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા અને અન્ય 10 ટીબીના દર્દીઓને PHC ના આરોગ્ય મિત્રો દ્વારા દત્તક લઈ નિક્ષયમિત્ર બની ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું,સાથે સાથે દરેક દર્દી ની DIFFERNCIATE TB CARE અન્વયે વજન,ઊંચાઈ તથા આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપી વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી કરવામાં આવી.