
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે સાબરકાંઠાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો
આરોપી હિંમતનગરના નગરના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો
ગરબાડા તા.19
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી અને જેસાવાડા સર્વેલંન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હિંમતનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી કમલેશભાઈ નગરિયાભાઈ બારીયા ગામ છરછોડા બારીયા ફળિયા જે જેસાવાડા બજાર માં આવેલ બાતમી ના આધારે જેસાવાડા પોલીસે જેસાવાડા બજારમાં આશ્રમ રોડ પરથી આરોપી ને પકડી પાડી જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ને પકડી પાડવામાં સફળતા મળી હતી.