જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલભેગો કર્યો

 

મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથક ના પી. એસ આઈ એમ એમ રામી તેમજ પોલીસ સ્ટાફ ના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં નાસતા ફરતા આરોપી ને પકડવા માટે પેટ્રોલીગ માં હતા તે દરમિયાન પી.એસ આઈ એમ એમ રામી ને મળેલી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસ સ્ટેશન ના ફ ગુ.ર .નબર ૬૦/૨૦૧૯ ઇ.પિ.કો કલમ ૪૫૭/૩૮૦ મુજબ ના ગુના નાસતો ફરતો આરોપી નગરાભાઈ કલિયભાઈ કટારા ગામ વડવા કટારા ફળિયા ખાતે તેના ઘરે આવેલ બાતમી ના આધારે જેસાવાડા પોલીસ ના સર્વેલાન્સ સ્કોડે આરોપીને તેના ઘરેથી દબોચી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

Share This Article