સંજેલી તાલુકા મથકે સ્પર્શ લેપ્રસી અવેરનેસ અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

સંજેલી તાલુકા મથકે સ્પર્શ લેપ્રસી અવેરનેસ અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો.

જિલ્લા રક્તપિત આરોગ્ય અધિકારી ડોક્ટર આર.ડી પહાડીયા ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા DNMO તબીબ ડો અલ્પનાબેન ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

ભવાઈ દ્વારા જય શ્રી બ્રહ્માણી કલા મંડળના મૂળજીભાઈ દ્વારા રક્તપિત રોગ વિશે ભવાઈ ના માધ્યમથી જાગૃત સંદેશ..

સંજેલી તા.03

સંજેલી ખાતે જિલ્લા રક્તપિત આરોગ્ય અધિકારી ડોક્ટર આર ડી પહાડીયા ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા DNMO તબીબ ડો અલ્પનાબેન ની ઉપસ્થિતિમાં સ્પર્શ લેપ્રસી એટલે કે રક્તપિત અંગેની જનજાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેશ ચારેલ અને રક્તપિત તાલુકા સુપરવાઇઝર ધ્રુમિલ ખાટુંગા મેડિકલ ઓફિસર સરોરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરીના કર્મચારીઓ દ્વારા રક્તપિત અંગે ભવાઈ નાટક દ્વારા રોગ વિશે સમજણ અપાઈ હતી અને જેમાં ભવાઈ દ્વારા જય શ્રી બ્રહ્માણી કલા મંડળના મૂળજીભાઈ દ્વારા રક્તપિત રોગ વિશે ભવાઈ ના માધ્યમથી જાગૃત સંદેશ આપ્યો હતો.

Share This Article