ફતેપુરા તાલુકાના વટલી ગામે પાંચ બકરાવોનું દીપડા દ્વારા મારણ કરવામાં આવતા ગામમાં ડરનો માહોલ

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના વટલી ગામે પાંચ બકરાવોનું દીપડા દ્વારા મારણ કરવામાં આવતા ગામમાં ડર નો માહોલ

જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા:નુકસાન થયેલા ઇસમોને વળતર માટેની કાર્યવાહી કરવામાં આવી

ફતેપુરા તા.29                     

ફતેપુરા તાલુકાના વટલી ગામે રાત્રિના અંધારાના સમયે ઘરના આંગણે બાંધી રાખેલા બકરાઓનું મારણ દીપડા દ્વારા કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફતેપુરા તાલુકાના વટલી ગામે જાત્રી ફળિયામાં રહેતા ઘરના આંગણામાં બાંધી રાખેલ વગેલા નાથાભાઈ નારજીભાઈ ના ત્રણ બકરી અને એક બકરાનું તેમજ મછાર અબજીભાઈ ખાતરાભાઈ ની એક બકરી મળીને ચાર બકરીઓ અને એક બકરો મળી પાંચ પશુઓનું દીપડા દ્વારા મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થવા પામેલ છે જંગલ ખાતા ના અધિકારીઓ રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી આર ડી પારગી અને બીટ ગાડ લખનપુર એમ આર વણકર અને ડી એમ બરજોડ ઘટનાની જાણ થતા ઘટના સ્થળેપહોંચી જઈ નુકસાનના વળતર માટેની જરૂરી કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી પશુ ચિકિત્સક ડોક્ટર સંગાડાએ દિપડા થી મરણ થયેલા બકરાઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી કરેલ હતી.

Share This Article