ફતેપુરામાં સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ 2023 ની સ્પર્ધાનું સમાપન સમારોહ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરામાં સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ 2023 ની સ્પર્ધાનું સમાપન સમારોહ યોજાયો..

ફતેપુરા તા.25

 

 ફતેપુરા વિધાનસભા ની રમતોત્સવ શ્રી આઈ કે દેસાઈ હાઇસ્કુલ ફતેપુરા ખાતે રાખવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર ના વરદ હસ્તે વિજેતા ઉમેદવારોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં કબડ્ડી ની રમતમાં જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ની બહેનો પ્રથમ ક્રમે વિજેતા રહી હતી ત્યારબાદ રસ્તા ખેંચની રમતમાં ત્રીજા ક્રમે અને એથ્લેટિક્સ વિભાગમાં ગોળા ફેંક ની રમતમાં દ્વિતીય ક્રમે રહીને શાળાનું નામ રોશન કર્યું હતું.આમ સમગ્ર રમતો માટેનું માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી એચ.પી. અમીન દ્વારા આપવામાં આવ્યું હતું એ બદલ રમતમાં વિજેતા થયેલ વિદ્યાર્થીની બહેનોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન આપવામાં આવેલ હતું.

Share This Article