ગરબાડા બરોડા ગુજરાત ગ્રામીણ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત ચેક અર્પણ કરાયો.

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :-ગરબાડા

ગરબાડા બરોડા ગુજરાત ગ્રામીણ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત ચેક અર્પણ કરાયો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ગરીબ પરિવારને સાર્થક નીવડ્યું.

ગરબાડા તા.18

ગરબાડા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા ગણાવા લાડુબેન અજીતભાઈ ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત રુ. બે લાખનો ચેક આપવામાં આવ્યો.ગરબાડા તાલુકાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં ભિલવા ગામના બારીયા વાલીબેન રાજુભાઈ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમણે 436 રૂપિયા પ્રીમિયમ ભરેલું હતું જ્યારે ગરબાડા ના ભીલવા ગામ માં રહેતા વાલીબેન નું આકસ્મિક નિધન થઈ જતાં તેમના પરિવારને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ના બેંક મેનેજર વૈભવ સૈની દ્વારા મૃત્યુ પામનારા પરિવાર ના વારસદાર બારીયા રાજુભાઈ ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમને સીધો લાભ મળે તે માટે બેંક ખાતે બોલાવી રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

Share This Article