દેવગઢ બારીયા તાલુકાના માંડવ ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલા બે વાહનોમાંથી 6.25 લાખનો દારૂ ઝડપ્યો:ત્રણ ફરાર…

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારીયા તાલુકાના માંડવ ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલા બે વાહનોમાંથી 6.25 લાખનો દારૂ ઝડપ્યો:ત્રણ ફરાર…

 LCB પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડીઓ મળી 11.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી એમ બે વાહનોમાંથી કુલ રૂા.૬,૨૫,૧૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ગાડીઓ મળી કુલ રૂા. ૧૧,૭૫,૧૫૨નુો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જ્યારે પોલીસને ચકમો આપી બંન્ને ગાડીઓમાં સવાર ત્રણ જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૦૯મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે માંડવ ગામે ચોકડી ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી હતી જ્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીયા (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ), મહીન્દ્ર મેક્ષ ફોર વ્હીલર ગાડીનો ચાલક અને બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક એમ ત્રણેય જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે બંન્ને ફોર વ્હીલર ગાડીનો કબજાે લઈ બંન્ને ગાડીઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૬૧૬૮ કિંમત રૂા.૬,૨૫,૧૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ફોર વ્હીલર ગાડીઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૧,૭૫,૧૫૨નો મુદ્દામાલ કબજે કરી સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————————-

Share This Article