ગરબાડા તાલુકાના ભે ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાના ભે ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી.

ગરબાડામાં ટૂંકાગાળામાં પ્રાથમિક શાળામાં ચોરીનો પ્રમાણ વધ્યો

 

શાળામાં ચોરીના ઘટનાને પગલે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ નથી ..

દાહોદ તા.31

 

ગરબાડા તાલુકામાં વિવિધ શાળાઓને અજાણ્યા તસ્કરો દ્વારા છેલ્લા કેટલાય સમયથી બેખોફ રીતે નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી બિન્દાસપણે ફરાર થઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.ત્યારે આજરોજ પુનઃ એક વખત તસ્કરોએ ગરબાડા તાલુકાના ભે ગામની પ્રાથમિક શાળામાંથી પંખા,LED, કોમ્પ્યુટર,સીસીટીવી કેમેરા સહિતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી અંધારાનો લાભ લઇ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. જોકે ગામના સરપંચ દ્વારા પ્રાથમિક શાળામાં ચોરીના બનાવની જાણ કરવામાં આવી હતી. સમાચાર લખાય છે.ત્યાં સુધીમાં હાલ આ બનાવ સબંધે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.ત્યારે પંથકમાં શાળાઓમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી સમગ્ર પંથક ને રજાડી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ ટોળકીને ઝબ્બે કરવા કોઈ એક્શન પ્લાન અમલમાં મુકાય તેવી માંગણીઓ પંથકમાં ઉગ્ર બનવા પામી છે.

Share This Article