કલ્પેશ ચૌહાણ, ધાનપુર
ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે કોતરના કિનારે જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું
દાહોદ તા. ૧૮
ધાનપુર તાલુકાનાં ગઢવેલ ગામે કોતરના કિનારે આવેલ ઝાડી ઝાંખરામાંથી જીવીત હાલતમાં એક નવજાત શિશુ મળી આવતા પોલિસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધાનપુર સરકારી દવાખાને મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અજાણી ક્રુર જનેતા પોતાનું પાપ છુપાવવા એક નવજાત બાળકને જન્મ આપ્યા પછી નવજાત મરી જદાય તે આશયથી નવજાત બાળકને ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે નિશાળ ફળિયામાં આવેલ કોતરના કિનારે આવેલ ઝાડી ઝાંખરામાંથી અંગદર મરવા માટે ત્યજી દઇ ફરાર થઇ હતી. જેથી આ નવજાત બાળક રડવા લાગતાં તે બાળકનો અવાજ ત્યાંથી પસાર થનાર લોકોને સંભળાતા સ્થળ પર નજીક જઇ જાેતા એક નવજાત બાળકનો રડતો હોવાનું નજરે પડતા આ અંગેની જાણ ગઢેવલ ગામના સરપંચ કરણભાઈ મનુભાઈ બારીયાને કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને તેઆએ આ મામલે ધાનપુર પોલિસને જાણ કરતા ધાનપુર પોલિસ સ્થળ પર દોડી આવી હતી. અને નવજાત બાળકનો કબ્જાે લઇ બાળકને પ્રાથમિક તબક્કે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે પોલિસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ઇપીકોક ૩૧૫,૩૧૭ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.