
સુમિત વણઝારા, દાહોદ
ઝાલોદ તાલુકાના વાઘેલા ગામેથી એલસીબી એ વોચ દરમિયાન 58000 નો દારૂ ઝડપાયો
દાહોદ,તા. ૧૮
દાહોદ એલસીબી પોસલિસે ઝાલોદ તાલુકાના વગેલા ગામે સરકારી દવાખાના પાસેથી ગોઠવેલ વોચ દરમ્યાન રૂા. ૫૮ હજાર ઉપંરાતની કિમતનો વિદેશી દારુ બીયરના જથ્થો તથા મો.સાયકલ પકડી પાડી કબ્જે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પોતાને મળેલ પ્રોહી અંગેની જાણ આઝારે દાહોદ એલસીબી પોલિસે ઝાલોદ તાલુકાના વગેલા ગામે સરકારી દવાખઆના પાસે રોડ પર તાલુકાના વગેલા ગામે બપોરના સમયે જરૂરી વોચ ગોઠવી હતી તે દરમ્યાન પોતાની જીજે. ૦૬ એચ.એમ. ૭૨૩૯ નંબરની ૂબજાજ પલ્સર મો.સયાકલ પર રાજસ્થાનમાં આવેલા ડુંગરા દારુના ઠેકા પરથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારુ તથા બીયરનો જથ્થો મુકાવી બે જણા આવી રહ્યા હતા. તે વખતે વગેલા ગામે સરકારી દવાખાના પાસે રોડ પર પોલિસની વોચ જાેઈ પોતાની મો.સાયકલ પરત વાળી ભાગવાં જતા મો.સાયકલ સાથે બંન્ને જણા પડી જતાં બંન્ને જણાના પ્રોહી મુદ્દામાલ છોડી પગદંડી રસ્તો નજીકનાં જંગલમાં આવેલ ઝાડીમાં ક્યાંક સંતાઈ ગયા હતા જ્યારે પોલિસે સ્થળ પરથી રૂા. ૫૮૨૦૦ ની કુલ કિંમતની ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારુ તથા બીયરની કુલ બોટલ નં. ૩૩૨ પકડી પાડી કબ્જે લઇ ચાકલીયા પોલિસને સુપ્રત કરતાં ચાકલીયા પોલિસે આ મામલે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.