રાહુલ ગારી :- ગરબાડા
વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ:ગરબાડા તાલુકા કુમાર શાળામાં અસામાજિક તત્વોએ શરાબ-કબાબની મિજબાની માણવાનો અડ્ડો બનાવ્યો:આચાર્યની પોલીસમાં રજૂઆત…
દાહોદ તા.૨૦
ગરબાડા તાલુકા કુમાર શાળાને અસામાજીક તત્વો દ્વારા દારૂની મેહીલ માણવાનો અડ્ડો બનાવતા સમગ્ર ગરબાડા નગરવાસીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ મામલે કુમાર શાળાના આચાર્ય દ્વારા ગરબાડા પોલીસ મથકે લેખીત રજુઆત કરી અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
ગરબાડા તાલુકાની કુમારશાળાના પઠાણ ગણમાં રવિવારે હાટ બજાર ભરાતો હોય અને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા એકઠું થતું હોય ત્યારે આવા સમયમાં અમુક તત્વ દ્વારા શાળાને જ દારૂની મહેફીલ માણવાનો અડ્ડો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે કુમાર શાળા ના પટાંણગણ માં રૂમ ની આગળ દારૂની મહેફીલ માણીને ગંદકી કરી બિરયાની નાખી વોમેટો અને હાડકા પણ ત્યાં જ નાખી દેવાના કારણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોજ જાેવા મળી રહ્યો છે જે અજાણ્યા ઇસમો દારૂની મહેફીલ માણી દારૂની ખાલી બોટલો પણ ત્યાં જ મૂકી ગયા હતા. આવા સમયે શાળામાં ભણવા આવતા બાળકોને માણસપટ પર આ વસ્તુની કેટલી ગંભીર અસર થાય છે તે વિચાર કરી શકાય તેમ છે જે બાબતે ગરબાડા તાલુકા કુમાર શાળાના આચાર્ય નરવતભાઈ દ્વારા ગરબાડા પોલીસ મથકે આ બાબતે અજાણ્યા ઇસમો સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા અજાણા ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
———————–