લીમખેડ:- ગૌરવ પટેલ
76 માં સ્વતંત્રતા દિવસ ની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.
–આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યાં દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં પણ આઝાદી નો અમૃત મહોત્સવ ખૂબ જ ધૂમ ધામ થી અને આઝાદી ના રંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રસતુતિઓ પ્રસ્તુત કરવામાં આવી. સાથે જ હેડ બોય અને હેડ ગર્લ ની સાથે બને હાઉસ ના કેપ્ટન અને ઉપકપ્તાન ની જાહેરાત કરવામાં આવી તથા શાળા ના પ્રમુખ ચિરાગભાઈ શાહ,શાળા ના માર્ગ દર્શક જીવનબાલા શાહ,શાળા ના ડિરેક્ટર કલ્પેશ શાહ, પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રીમાન અર્જુનભાઇ પ્રજાપતિ,સામાજિક અગ્રણી ઉત્પલભાઈ અગ્રવાલ,સામાજિક અગ્રણી ગોપાલભાઈ શાહ,મૌનીબાબા હોસ્પિટલ ના સંચાલક દિનેશભાઇ ભરવાડ દ્વારા બેચ થી વિદ્યાર્થીઓ ને નવાજવામાં આવ્યા.
ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો તથા વાલી મિત્રો પ્રોગ્રામ નિહાળી ને મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.
– વિદ્યાર્થીઓ માં અમૃત મહોત્સવ નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને પ્રસંગ ને અનુરૂપ સંસ્થા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ શાહ દ્વારા ખૂબ જ સુંદર અને પ્રેરણા દાયી ઉદબોધન પ્રાપ્ત થયું અને બધા ને સ્વાંતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી.