માલવણમાં આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:દાતાશ્રીઓ દ્વારા કોલેજને એક લાખનો ચેક અર્પણ કરાયો 

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @સંતરામપુર 

કડાણા તાલુકાના માલવણ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો,દાતાશ્રીઓ દ્વારા કોલેજને એક લાખનો ચેક અર્પણ કરાયો

સંતરામપુર તા.31

મહીસાગર જિલ્લાના કડાણા તાલકાના માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ માલવણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત, હિન્દી અને સંસ્કૃત વિષયના સેમીનારમાં નામાંકિત વક્તાઓ અનુક્રમે વિજય પંડ્યા, ડો. યોગીની વ્યાસ, પ્રિ.ડો. દિનેશ માછી, ડૉ.યાદવેન્દ્રજી, પ્રિ.ડો.હાસ્યદાબેન બારોટ, ડો.હસમુખ બારોટ, ડૉ.સંજય ત્રિવેદી વગેરે વક્તાઓએ પ્રવચન કર્યા હતા.

આ પ્રસંગે માલવણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સુરેશચંદ્ર દાણી તથા મહામંત્રી શ્રી ભદ્રેશ મોદી ઉપસ્થિત રહી કબડ્ડી વોલીબોલ સહિત વિજેતા ટીમને રનીંગ શીલ્ડ અર્પણ કર્યા હતા. તેમજ આ સેમિનારમાં ગુજરાતી વિષયમાં યુનિવર્સિટી ગોલ્ડમેડલ પ્રતિ વર્ષ માટે રૂા.૧,૫૧,૦૦૦/- ના દાતાશ્રી એડવોકેટ ભગીચી પટેલ તથા કોલેજ પ્રથમને સિલ્વરમેડલ માટેના દાતાશ્રી હર્ષ ચીમનભાઈ પટેલે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ સેમિનારમાં યુનિવર્સિટી ઇ.સી. મેમ્બર્સ શ્રી ડો. ધીરેન સુતરીયા, પ્રો. અજય સોની તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા એમ.ફીલ અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.વિમલ ગઢવી, પ્રો. એસ.બી.જોષી, આભારવિધિ શ્રી રાજપૂતે કરી તેમજ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે મંડળના પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા આચાર્ય શ્રી સૌને બિરદાવ્યા હતા.

Share This Article